ભારતીય રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)એ શુક્રવારે બીજી દ્વિમાસિક આર્થિક સમીક્ષામાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૦-૨૧ના નાણાકીય વર્ષમાં દેશના જીડીપીમાં ૯.૫ ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાન્તા દાસે જણાવ્યું હતું કે, એપ્રિલ-જૂન ત્રિમાસિકના જીડીપી ગ્રોથમાં ૨૩.૯ ટકા જેટલો તોતિંગ ઘટાડો થયો હતો પરંતુ હવે દેશભરમાં કોરોનાના એક્ટિવ કેસમાં ઘટાડો થતાં આશાનું કિરણ દેખાઇ રહ્યું છે. એમપીસીએ જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકના જીડીપી ગ્રોથમાં ૯.૮ ટકા, ત્રીજા ત્રિમાસિકના જીડીપી ગ્રોથમાં ૫.૬ ટકા અને ચોથા ત્રિમાસકના જીડીપી ગ્રોથમાં ૦.૫ ટકાનો ઘટાડો રહેવાનો અંદાજ છે. પરંતુ ત્યારબાદ અર્થતંત્રની ગાડી પૂરપાટ દોડવા લાગશે. વર્ષ ૨૦૨૧-૨૨ના પ્રથમ ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથરેટ ૨૦.૬ ટકા નોંધાય તેવી સંભાવના છે.