ગુજરાત સરકારે કોરોનાથી રક્ષણ મેળવવા માટે સુરક્ષા સાધનો અંગે કોઈ નિર્ણય ના લેતા રાજ્યની 17,500 સસ્તા અનાજની દુકાનો 4 દિવસથી બંધ છે. સરકાર આ અંગે યોગ્ય નિર્ણય નહિં લે ત્યાં સુધી હડતાળ જારી રહેશે તેવો નિર્દેશ દુકાનદારોએ આપ્યો છે. ગુજરાત ફેર પ્રાઈઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ આ અંગે જણાવ્યું કે, આરોગ્ય અગ્ર સચિવ જ્યંતી રવિ સાત દિવસ સુધી શાકભાજી કરિયાણુ નહિં ખરીદવા લોકોને અપીલ કરે છે તે જોતા અમારી માંગણી વ્યાજબી છે, પણ સરકારને આ અંગે ગંભીરતા નથી.
સસ્તા અનાજની દુકાનના સંચાલકો લોકોના સીધા સંપર્કમાં આવતા હોવાથી કોરોના સંક્રમણનું જોખમ વધી જાય છે. અગાઉ રાજ્યમાં સસ્તા અનાજની દુકાનના એક સંચાલકનું મોત પણ થયું છે.
સેફ્ટી કિટ, હેન્ડ ગ્લોઝ, માસ્ક અને સસ્તા અનાજના દુકાનદારો અને નોકરી કરતા કર્મચારીઓના ઘર તેમજ દુકાને રોજે રોજ સેનેટાઇઝેશન કરવા માગણી કરી હતી. આ ઉપરાંત કોરોનાથી મોતને ભેટેલા સસ્તા અનાજની દુકાનના માલિકો અને કર્મચારીઓને રૂ.25 લાખની સહાયના વળતરની જાહેરાત કરવા માંગ કરી હતી. સરકારે વળતરની જાહેરાત કરી પણ સુરક્ષાના સાધનો અંગે નિર્ણય લીધો ન હોવાથી રાજ્યની સસ્તા અનાજની 17500 દુકાનો ચાર દીવસથી બંધ હોવાનું અને નિર્ણયના આવે ત્યાં સુધી દુકાનો નહીં ખુલે તેમ પ્રહલાદ મોદીએ જણાવ્યું છે.