Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નાણા મંત્રી નિર્મલા સીતારમણે  સુસ્ત અર્થતંત્રને વેગ આપવા માટે કેટલીક અગત્યની જાહેરાતો કરી છે. નાણા મંત્રી હાઉસિંગ, રિયલ એસ્ટેટ, અને ઍક્સપોર્ટ સેક્ટર માટે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે અગાઉ આપેલા વચન મુજબ આજે ફરીથી અમે નવી જાહેરાત કરી રહ્યા છીએ. મોઘવારી કાબુમાં છે અને ઔદ્યોગિક ઉત્પાદનોમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. નિર્મલા સીતારમણે અનેક મહત્ત્વની યોજનાઓ જાહેરાત કરી છે જેમાં તેમણે જણાવ્યું કે સરકાર અધુરા હાઉસિંગ પ્રોજેક્ટસ પૂરા કરવા માટે 10,000 કરોડ રૂપિયા આપશે. તેમણે વધુમાં કહ્યું કે સરકાર માર્ચ 2020માં દેશના ચાર ક્ષેત્રોના વેપારને વેગ આપવા માટે દુબઈ મેગા શોપિંગ ફેસ્ટિવલ જેવા શોપિંગ ફેસ્ટિવલ યોજશે.

નાણામંત્રીએ જણાવ્યું કે ખાણીપીણીની ચીજોમાં કિંમત વધવાના કારણે મોંઘવારી દર જુલાઈમાં 3.15 ટકાથી વધીને 3.21 ટકા થયો છે. મોંઘવારીનો દર 4 ટકા જેટલો રાખવાનું આર.બી.આઈ.નું લક્ષ્યાંક છે.

- દશેરાથી ઈ-એસેસમેન્ટ સ્કિમ શરૂ કરવામાં આવશે. એસેસમેન્ટમાં કોઈ પણ વ્યક્તિની દખલ નહીં રહે.

-ઑગસ્ટમાં આર્થિક સુધારાને લગતા અનેક પગલાં ભરવામાં આવ્યા. બૅન્કોનો ક્રેડિટ આઉટફ્લો વધ્યો છે. ક્રેડિટ ગેરંટી સ્કિમનો લાભ 7 NBFCsને મળ્યો છે.

- નાના કરદાતાઓને રાહત : નાણા મંત્રીએ નાના કરદાતાઓને રાહત આપી છે. 25 લાખ રૂપિયાથી ઓછું કરજ લેનારા દેણદારો પર કાયદાકીય કાર્યવાહી નહીં થાય.

- એક્સપોર્ટને વેગ આપવા જાહેરાત : નાણામંત્રીએ કહ્યું કે દેશમાં એક્સપોર્ટને વેગ મળે તે માટે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયામાંથી 37થી 62 હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે.

-25 લાખ રૂપિયાથી નીચેના ટેક્સ વિવાદ પર કોલોજિયમની મંજૂરી લેવી પડશે

- ઇનકમ ટેક્સના જૂના મામલાઓથી જોડાયેલા વિવાદોના સેટલમેન્ટ માટે 31 ડિસેમ્બર સુધી અરજી કરી શકાય છે. એસેસમેન્ટથી જોડાયેલા કમ્યુનિકેશન ઇલેક્ટ્રોનિક સિસ્ટમથી થશે. ટેક્સપેયરને કોઇ પીડા નહિ ભોગવવી પડે.

- દેશમાં ચાર મોટા સ્થળો પર ચાર સેક્ટરના વેચાણ માટે મેગા શોપિંગ ફેસ્ટિવલ થશે. આ શોપિંગ ફેસ્ટિવલમાં હસ્તકળાની બનાવટો, યોગ, પ્રવાસન અને કાપડ પર ધ્યાન કેન્દ્રીય કરાશે.

- હસ્તકળા અને હસ્તકળાની બનાવટોને ઈ-કૉમર્સના માધ્યમથી દેશ-વિદેશમાં વેચવા માટે કારીગરોનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે

- સરકાર અધુરા હાઉસિંગ પ્રોજેક્ટસ પૂરા કરવા માટે ખાનગી સંસ્થાઓ માટે 10,000 કરોડ રૂપિયા ઠાલવશે. જે પ્રોજેક્ટ 60 ટકા સમાપ્ત થયા છે અને ત્યારબાદ ખાડે જવાની સ્થિતિમાં છે તેમને ઉગારવા માટે આ જાહેરાત છે

-સરકારની આ પગલાંથી 3.5 લાખ યુનિટ્સને દેશભરમાં ફાયદો થશે.

ત્રિમાસિક GDP ગ્રોથ 6 વર્ષમાં સૌથી ઓછો
એપ્રિલ-જૂનમાં GDP ગ્રોથ ઘટનીને 5 ટકા રહી ગયો જે પાછલા 6 વર્ષોમાં સૌથી ઓછો છે. વાહનોનું વેચાણ સતત ઘટવાથી ઓટો સેક્ટર દબાણમાં છે. અર્થવ્યવસ્થામાં સુધારા માટે સરકારે પાછલા દિવસોમાં બૅન્કોના મર્જર, સ્ટાર્ટઅપને ઍન્જલ ટેક્સમાથી છૂટ અને શેરબજારમાં વિદેશ અને સ્થાનિક રોકાણકારો પરથી સરચાર્જ પાછા લેવા સહિતની જાહેરાતો કરી હતી. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે 23 ઑગસ્ટના રોજ પણ પ્રેસ કોન્ફરન્સમાં અર્થવ્યવસ્થામાં સુધારો કરવા માટે લેવાયેલા કેટલાક નિર્ણયો જાહેર કર્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ