પાલઘર મોબ લિંચિંગ ઘટનામાં ટોળા દ્વારા જૂના અખાડાના ૨ નિર્દોષ સાધુઓ અને તેમના ડ્રાઈવર સહિત ૩ની નિર્મમ હત્યાના મામલે કેન્દ્રનાં ગૃહમંત્રાલયે મહારાષ્ટ્ર સરકાર પાસે રિપોર્ટ માગ્યો છે. ઘટના પછી ગૃહપ્રધાન અમિત શાહ તેમજ યુપીના સીએમ યોગી આદિત્યનાથ દ્વારા મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે વાતચીત કરી હતી અને આરોપીઓ સામે કડક પગલાં લેવાની વાત કરવામાં આવી કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે સાધુઓની હત્યા સાંપ્રદાયિક ઘટના નથી. આ નિર્મમ અપરાધ અને શરમજનક કૃત્યમાં સામેલ કોઈને બક્ષવામાં આવશે નહીં.