કેરળના પેટ્ટાહમાં એક 23 વર્ષની કાયદો ભણતી યુવતીએ આત્મરક્ષામાં તેની ઉપર બળાત્કાર કરવાની કોશિશ કરનારા કથિત સ્વામીનું લિંગ કાપી લીધુ. કહેવાય છે કે આ સ્વામી તેને કેટલાય વર્ષથી હેરાન કરતો હતો. ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને ગત રાતે ઘટેલી આ ઘટના બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યાં મુજબ આ વ્યક્તિ યુવતી અને તેના પરિવારને છેલ્લા કેટલાક સમયથી જાણતો હતો. આરોપ વ્યક્તિ અનેકવાર પૂજા કરવા માટે તેના ઘરે પણ જતો હતો. યુવતીના કહેવા મુજબ ગત રાતે જ્યારે સ્વામી તેની પાસે આવ્યો અને બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો તો તેણે હાથમાં ચાકૂ લઈને તેના પર હુમલો કર્યો અને સ્વામીનું લિંગ જ કાપી લીધુ. ત્યારબાદ તેણે પોલીસને બોલાવી હતી. આરોપી સ્વામીને તરત તિરુવનનંતપુરમ મેડિકલ કોલેજ લઈ જવાયો અને સારવાર શરૂ કરાઈ. તેના પર પ્લાસ્ટિક સર્જરી હાથ ધરાઈ. હાલ તેની હાલાત સ્થિર છે.