Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાઈરસનો ચેપ ફેલાવાની સમસ્યા સામેની લડતને વધુ સંગીન ફલક પર લઈ જવા માટે અને ઘરમાં રહીને સરકારને સહકાર આપનારા લોકોને અગવડ ન પડે તે માટે આવશ્યક વસ્તુઓની ડીલીવરી દરેકના ઘરે મળે તે માટેની વ્યવસ્થા કરવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણી આયોજન કરી રહ્યા છે. આ સાથે જ આઠ મહાનગરોમાં જાહેર કરવામાં આવેલા હોટસ્પોટ વિસ્તારમાં રહેતા લોકોનું સંપૂર્ણ સ્કીનીંગ સર્વેલન્સ હાથ ધરાવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.

તેમ જ મેયર-કમિશનર સહિત વધુમાં વધુ 10 વ્યક્તિનું ગૃપ નિયમીતપણે વિડીયો-ઓડિયો સંવાદથી મહાનગરની સ્થિતીની સમીક્ષા કરતાં રહે અને આરોગ્યલક્ષી જરૂરિયાત આયોજનની ચર્ચા-વિચારણા કરે-યોગ્ય પ્લાનિંગ કરે તેવું પણ આયોજન કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાતના આઠ મહાનગરોના કમિશનરો અને સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કરીને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રસ્તુત નિર્ણય લેવાનું નક્કી કર્યું છે.

આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરો

ગુજરાત સરકારની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે શાકમાર્કેટ-કરિયાણા સ્ટોર્સ જેવા સોશિયલ ગેધરીંગ વાળા એટલે કે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતાં હોય તેવા સ્થળોએ લોકો વધુ ન જાય તે માટે હોમ ડિલીવરી વ્યવસ્થાઓનું સ્થાનિક તંત્ર આયોજન કરવાની સૂચના મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી છે. આ સાથે જ તેમણે લોકોને કોરોના વાઈરસના ચેપથી બચવા સ્વયં સતર્ક રહેવાની સૂચના પણ આપી હતી. આ માટે ભારત સરકારે ડેવલપ કરેલી આરોગ્ય સેતુ એપનો વધુને વધુ નાગરિકો ઉપયોગ કરે તેમ તેમણે જણાવ્યું હતું. આ સાથે જ મુખ્યમંત્રીએ મહાનગરોમાં જે વિસ્તારોમાં કોરોના સંક્રમિત વ્યકિતઓની સંખ્યા વધારે છે અને હોટસ્પોટ જાહેર થયેલા વિસ્તારમાં લોકોનું સંપૂર્ણ સ્કીનીંગ અને સર્વેલન્સ કરવાની સ્પષ્ટ સૂચનાઓ આપી છે.

ડોર ટુ ડીલીવરીનું વ્યવસ્થિત પ્લાનીંગ

તેમણે કહ્યું કે, શાકમાર્કેટ, કરિયાણા સ્ટોર્સ જેવા સોશિયલ ગેધરીંગ વાળા એટલે કે લોકોની વધુ અવરસજવર વાળા સ્થળોએ લોકો ભેગા ના થાય તે માટે શહેરી સત્તાતંત્રો દ્વારા હોમ ડિલીવરી- ડોર ટુ ડીલીવરીનું વ્યવસ્થિત પ્લાનીંગ ગોઠવવાનું આયોજન કરીને સોશિયલ ડિસ્ટન્સીંગના આયોજનને વધુ સંગીન બનાવવાની પણ સૂચના આપી છે. તેમ કરવૈાથી લોકો ઘરમાંથી બહાર નીકળતા અટકશે.

આયોજન કરવા નિયમીતપણે વિડીયો-ઓડિયો સંવાદ

મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જેવા મહાનગરોમાં જ્યાં કોરોના પોઝિટીવ કેસ વધુ પ્રમાણમાં છે ત્યાંના સ્થાનિક તંત્રવાહકો સાથે તેમને હાથ ધરેલા સર્વેલન્સ, કવોરેન્ટાઇન ફેસેલીટઝ, સેનિટાઇઝેશન સહિતના પગલાંઓની ગહન ચર્ચાઓ કરીને મહાનગરોના મેયર-મ્યુનિસિપલ કમિશનર મળીને વધુમાં વધુ ૧૦ વ્યકિતઓનું ગૃપ બનાવી શહેરની સ્થિતીની સમીક્ષા કરતાં રહેવા અને જરૂરી વ્યવસ્થાઓમાં ફેરફાર કરવા ચર્ચા કરવા અને તે માટેનું આયોજન કરવા નિયમીતપણે વિડીયો-ઓડિયો સંવાદ કરવા જણાવ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ