Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આસામમાં નેશનલ રજિસ્ટ્રી ઓફ સિટીઝન્સ (NRC)ની પ્રોસેસ બે અઠવાડિયા રોકવાની ગૃહ મંત્રાલયની માગણી પછી સુપ્રીમ કોર્ટે મંગળવારે કેન્દ્ર સરકારને આકરા શબ્દોમાં ફટકાર લગાવી હતી. કોર્ટે કડક વલણ અપનાવતા કહ્યું હતું કે, કેન્દ્રનું ગૃહમંત્રાલય NRCની આખી પ્રોસેસને બરબાદ કરવા બેઠું હોય તેમ લાગે છે. કોર્ટે NRC પ્રોસેસ પૂરી કરવાની ડેડલાઈન ૩૧ જુલાઈ જ રહેશે તેમ સરકારને સાફસાફ કહ્યું હતું. કોર્ટે ચૂંટણી પંચને આદેશ આપ્યો હતો કે તે રાજ્યનાં કેટલાક અધિકારીઓને ચૂંટણીનાં કામથી અલગ કરે જેથી એનઆરસીની પ્રોસેસ ચાલુ રાખી શકાય. કોર્ટે આ કેસમાં કેન્દ્રનાં ગૃહસચિવને કોર્ટમાં બોલાવવાનાં સંકેતો આપ્યા હતા.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ