અમેરિકાએ પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો ઉપર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધના કારણે આવા સંગઠનો ફંડ એકઠું કરી શકશે નહીં એટલે આતંકવાદી પ્રવૃત્તિ થોડી ઓછી થશે. આ અંગેની જાહેરાત અમેરિકાની ટ્રેજરી ઓફિસ ઓફ ફોરેન એસેટ્સ કંટ્રોલના ડિરેક્ટરે કરી હતી. લશ્કર-એ-તૈયબા, જમાત-ઉલ-દાવા, તાલિબાન, જમાત-ઉલ-દાવા અલ કુરાન, ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાન એન્ડ સીરિયા વગેરે આતંકવાદી સંગઠનો ઉપર અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો છે.