ગુજરાતના વલસાડના સાંસદ ડો.કે.સી. પટેલને હની ટ્રેપ કેસમાં ફસાવનારી મહિલા બે દાયકાથી પણ વધારે સમયથી ખંડણી અને ધમકી આપવાની પ્રવૃત્તિમાં સંકળાયેલી હોવાનું સામે આવ્યું છે. પોલીસ ઓફિસરના જણાવ્યા મુજબ, મહિલા વકીલે 1993માં પ્રથમ વખત ઉત્તર પ્રદેશ પોલીસ કોન્સ્ટેબલ પાસેથી રૂપિયા 70,000ની વસૂલાત કરી હતી.