જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લાના તુરકાવનગામ વિસ્તારમાં થયેલી અથડામણમાં સેનાએ 3 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. સુરક્ષા બળોએ પહેલા આતંકવાદીઓને કોર્ડન કર્યા અને પછી તેમને ઠાર માર્યા હતા.
ભારતીય સુરક્ષા જવાનોને આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. જમ્મુ-કાશ્મીર પોલીસની સ્પેશિયલ ટીમ, સેના અને CRPFના જવાનોએ સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ સેનાના જવાનો પર ફાયરિંગ શરૂ કર્યું હતું. જેના જવાબમાં ભારતીય સેનાએ ત્રણેય આતંકવાદીઓને ઠાર માર્યા છે. હજુ સુધી આતંકવાદીઓની ઓળખ થઈ શકી નથી.