તબલીગી જમાતના નિઝામુદ્દીન મરકઝ નામના ધાર્મિક કાર્યક્રમબાદ કેટલાક લોકો ભારતમાં અલગ-અલગ રાજ્યોમાં પહોંચ્યા છે જેમાંના કેટલાક ગુજરાતમાં પણ આવી પહોંચ્યા છે. ત્યારે આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને લિસ્ટ મોકલવામાં આવ્યું છે અને આ અંગે કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે, જેને લઈને આજે અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં પહોંચેલી પોલીસ પર પથ્થરમારો થયો છે. આ ઘટનામાં એક પોલીસકર્મી ઘાયલ થવાના સમાચાર છે. જોકે ત્યાર બાદ સ્થિતિને કાબૂમાં લેવા માટે અહીં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના પગલે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલું છે છતાં દિલ્હીમાં નિઝામુદ્દીન મરકઝ નામના ધાર્મિક કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા.