આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું હતું કે સરકારે કોરોના વાઇરસના ફેલાવાને રોકવા માટે જે પગલાં લીધાં છે એના સખત અમલીકરણ માટે આદેશ અપાયો છે. કોરોના વાઇરસનો ચેપ ફેલાતો અટકાવવા ચેન તોડવાની જરૂર છે અને એના માટે પગલાંનું તમામ સાવચેતી સાથે અમલીકરણ જરૂરી છે.
મંત્રાલયનાં મંતવ્યો
દેશના ૧૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સંપૂર્ણ લોકડાઉન જાહેર કરાયું છે.
આ રાજ્યોમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, ગોવા, દિલ્હી, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, અરુણાચલ પ્રદેશ, બિહાર, ત્રિપુરા, તેલંગણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, આંધ્ર પ્રદેશ, નાગાલેન્ડ, ચંડીગઢ, જમ્મુ અને કાશ્મીર અને લદાખનો સમાવેશ છે.
૬ રાજ્યોના કેટલાક જિલ્લાઓમાં અને ૩ રાજ્યોમાં અંશતઃ લોકડાઉન જાહેર કરાયું છે.
કેબિનેટ સેક્રેટરીએ સ્ટેટ સેક્રેટરીને પત્ર લખ્યો છે. રાજ્યો ચોવીસે કલાક પરિસ્થિતિ પર નજર રાખે.
વધારે પગલાંની જરૂર હોય તો તાત્કાલિક નિર્ણય લઈને પગલાં લેવા સૂચના આપી છે.