કેન્દ્ર સરકારની કર્મચારી અને શ્રમિકવિરોધી નીતિઓ સામે બાંયો ચડાવતાં ૧૦ સેન્ટ્રલ ટ્રેડ યુનિયન, બેન્ક યુનિયનો અને ખેડૂત સંગઠનોએ મંગળવાર અને બુધવારે ૪૮ કલાકની દેશવ્યાપી હડતાલનું એલાન આપ્યું છે. બેન્કો, જાહેર પરિવહન, ફેક્ટરીઓ અને સરકારી કંપનીઓના લગભગ ૧૫ કરોડ કર્મચારીઓ સહિત ખેડૂતો દ્વારા બે દિવસ સુધી સડકો પર ઊતરી ચક્કાજામ સર્જવાનાં એલાનને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ જવાની સંભાવના છે. ૧૦ મુખ્ય મંજૂર સંગઠનોએ કેન્દ્ર સરકારની શ્રમિકવિરોધી નીતિઓના વિરોધમાં આપેલા બે દિવસની હડતાલનાં એલાનમાં પાવર, સ્ટીલ, ઓટો, ફાઇનાન્શિયલ સેક્ટર સહિતના તમામ કર્મચારીઓ જોડાશે. છેલ્લા કેટલાક સમયથી કૃષિક્ષેત્રમાં પ્રવર્તતી કટોકટીનો ઉકેલ લાવવાની માગ સાથે પ્રદર્શનો કરી રહેલા ખેડૂતો પણ ૪૮ કલાકની આ હડતાલમાં જોડાવાના છે. ટ્રેડ યુનિયનોએ જણાવ્યું હતું કે, અમારી હડતાલને સમાજના તમામ વર્ગો દ્વારા સમર્થન હાંસલ થઈ રહ્યું છે, તે ઉપરાંત બિનસંગઠિત ક્ષેત્રના કામદારો પણ હડતાલમાં જોડાવા જઈ રહ્યા છે. રેલવેના કર્મચારી સંગઠનોએ પણ હડતાલને સમર્થન આપ્યું છે.
બે દિવસ આર્થિક વ્યવહારો ખોરવાઈ જશે
ઓલ ઈન્ડિયા એમ્પ્લોયિઝ એસોસિયેશન અને બેન્ક એમ્પ્લોયિઝ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે અમે બે દિવસની હડતાલમાં જોડાઈ રહ્યા છીએ, જેને કારણે સરકારી બેન્કોમાં આર્થિક વ્યવહારો ખોરવાઈ જશે. અલ્હાબાદ બેન્ક અને બેન્ક ઓફ બરોડાએ સેવાઓ ખોરવાઈ જવાની ચેતવણી આપી દીધી છે. કેટલીક ખાનગી ક્ષેત્રની બેન્કોના કર્મચારીઓએ પણ હડતાલને સમર્થન આપ્યું છે.