દેશમાં કોરોના વાઇરસના કેસ સતત વધતા રહ્યા છે અને તેને રોકવા સરકાર દ્વારા કેટલાક કડક પગલાં લેવાઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીએ પીએમ મોદીને કરકસરનાં કેટલાક પગલાં સૂચવીને ખોટા સરકારી ખર્ચાઓ બંધ કરવા સૂચન કર્યા હતા. પીએમ મોદીની વિપક્ષી નેતાઓ સાથે વાતચીત પછી સોનિયાએ મોદીએ પત્ર લખ્યો હતો જેમાં કોરોના સામે લડવા કોંગ્રેસ સરકારની સાથે હોવાની વાત કરી હતી. સોનિયાએ સરકારી જાહેરાતોનાં ખોટા ખર્ચા બંધ કરવા, પીએમ કેર્સનાં પૈસા પ્રાઈમ મિનિસ્ટર નેશલન રિલીફ ફંડમાં ટ્રાન્સફર કરવા, તમામ પ્રધાનોના વિદેશ પ્રવાસ રદ કરવા, દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટાનો પ્રોજેક્ટ પડતો મૂકવા સૂચનો કર્યા હતા.