Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડોદરા બેઠક પર કોંગ્રેસે પ્રશાંત પટેલને ટીકીટ આપી છે. આમ તો નરેન્દ્ર મોદી ૨૦૧૪ની લોકસભાની ચુંટણી વડોદરા બેઠક પરથી જીત્યા હતા અને તેના પછી બેઠક ખાલી કરી હતી એટલે પેટા ચુંટણીમાં કોંગ્રેસના નરેન્દ્ર રાવતની હાર થઇ હતી.

૨૦૧૯ની લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસે યુવા ઉમેદવાર તરીકે પ્રશાંત પટેલને ટીકીટ આપી છે. તેઓની રાજકિય કારકિર્દી તરફ નજર કરીએ તો ૧૯૯૭માં પ્રશાંત પટેલ એમ એસ યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનના પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે. ૨૦૧૫ની સાલમાં અનુજ પટેલના રાજીનામા બાદ પ્રશાંત પટેલને વડોદરા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. એ સમયે તે વડોદરામાં કોંગ્રેસના ઈતિહાસમાં  સૌથી યુવા પ્રમુખ બન્યા હતા. જ્યારે તેઓ પ્રેસિડેન્ટ બન્યા એ પહેલા  ૬ મહિનામાં ચાર પ્રમુખો બદલાઈ ચૂક્યા હતા બાદ પ્રશાંત પટેલ પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો.

કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રશાંત પટેલે ઉમેદવારીનું ફોર્મ ભરતી વખતે ૩.૧૦ કરોડની જાહેરાત કરી છે અને બી.કોમના સુધીનો અભ્યાસ કરેલ, છે અને તેઓ લેઉઆ પટેલ પાટીદાર સમાજમાંથી આવે છે

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ