અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦૧૯ની ગણતંત્ર દિવસની પરેડમાં ભારતના મહેમાન બનવાનું મોદી સરકારનું આમંત્રણ ઠુકરાવી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમેરિકી સરકારે આ અંગેનો સંદેશો ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને પત્ર લખીને પાઠવી દીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોદી સરકારે એપ્રિલ મહિનામાં અમેરિકી રાષ્ટ્રપ્રમુખને ભારતના ૭૦મા પ્રજાસત્તાક દિવસે યોજાનારી પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવા નિમંત્રણ પાઠવ્યું હતું. અમેરિકી સત્તાવાળાઓએ ભારત સરકારનું નિમંત્રણ મળ્યાને સમર્થન આપ્યું હતું પરંતુ સાથે એમ જણાવ્યું હતું કે, આ અંગેનો અંતિમ નિર્ણય સપ્ટેમ્બર મહિનામાં યોજાનારી ભારત અને અમેરિકાના વિદેશ તથા સંરક્ષણપ્રધાનો વચ્ચેની ટુ પ્લસ ટુ મંત્રણા બાદ લેવાશે, જોકે આ અંગે સત્તાવાર રીતે ભારતનાં વિદેશમંત્રાલય અથવા દિલ્હી સ્થિત અમેરિકી દૂતાવાસ દ્વારા કશું કહેવામાં આવ્યું નથી. દિલ્હી સ્થિત અમેરિકી દૂતાવાસે જણાવ્યું હતું કે, પ્રમુખની પ્રવાસયોજનાઓ અંગે ફક્ત વ્હાઇટહાઉસ જ ટિપ્પણી કરી શકે છે. જુલાઈ મહિનાથી એવી ધારણા મજબૂત બની હતી કે ભારતના ૭૦મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેવાનું આમંત્રણ ડોનાલ્ડ ટ્રમ્પ સ્વીકારશે. ઓગસ્ટ મહિનામાં વ્હાઇટહાઉસના પ્રેસસેક્રેટરી સારાહ સેન્ડર્સે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપ્રમુખને ભારતની મુલાકાતનું આમંત્રણ મળ્યું છે, પરંતુ મને નથી લાગતું કે, આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવાયો છે.