જમ્મુ-કાશ્મીરના શોપિયાં ખાતે શુક્રવારે સુરક્ષાદળો અને ત્રાસવાદીઓ વચ્ચે સર્જાયેલી અથડામણમાં બે ત્રાસવાદી ઠાર થયા હતા. મળેલી બાતમીને પગલે સીઆરપીએફ, ૪૪મી રાષ્ટ્રીય રાઇફલ્સ અને વિશેષ ઓપરેશન દળના જવાનોએ ગુરુવારે રાતે શોપિયાં જિલ્લાના દૈરૂ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું અને અથડામણ શુક્રવારે સવારે સર્જાઇ હતી. છુપાયેલા ત્રાસવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કરતા અથડામણ સર્જાઇ હતી.