જમ્મુ-કાશ્મીરના અનંતનાગ અને કુલગામમાં લશ્કર સાથેની અથડામણમાં બે આતંવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. કુલગામ જિલ્લાના નિપોરા વિસ્તારમાં નાકાબંધી અને સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગ શરૂ થયું હતું. જમ્મુ-કાશ્મીર પોલીસના મતે આ અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે અને હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.
લશ્કરના મતે ઠાર કરાયેલા બન્ને આતંકવાદીઓ હિઝબુલ મુજાહિદ્દીન સાથે સંકળાયેલા હતા. તેમની પાસેથી વિસ્ફોટકો સાથે બે પિસ્તોલ અને 3 ગ્રેનેડ પણ પ્રાપ્ત થયા છે. ગુપ્તચતંત્ર દ્વારા પ્રાપ્ત બાતમીને આધારે કુલગામમાં આ ઓપરેશન હાથ ધરાયું હતું.