Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મંગળવારે રાત્રે પુંછ સેક્ટરમાં LoC  પર પાકિસ્તાની વાયુસેનાના બે જેટ વિમાન જોવા મળ્યા બાદ ભારતીય વાયુ સેના અને રડાર સિસ્ટર હાઇએલર્ટ પર છે. ભારતીય વાયુ રક્ષા રડારે બંન્ને વિમાનોને ડિટેક્ટ કર્યા. ભારતીય એર ડિફેન્સના રડારે એલઓસીની પેલે પાર પીઓકેમાં દસ કિલોમીટરના દાયરામાં પાકિસ્તાની એરફોર્સના ફાઈટર જેટની ઓળખ કરી હતી. છેલ્લા કેટલાક દિવસથી પાકિસ્તાન સતત ભારતીય સરહદની જાણકારી મેળવવાના નિષ્ફળ પ્રયાસ કરી રહ્યું છે. 

એએનઆઈના અહેવાલ પ્રમાણે, એલઓસી નજીક પાકિસ્તાનનાં બે ફાઈટર જેટ ચક્કર મારી રહ્યાં હોવાથી ભારતીય વાયુસેના એલર્ટ થઈ ગઈ હતી. પાકિસ્તાન હજુ પણ કોઈ અ‌વળચંડાઈ કરી શકે છે. જોકે, પાકિસ્તાનનું કોઈ પણ ફાઈટર જેટ આપણી હવાઈ સીમામાં દાખલ ના થઈ શકે એ માટે વાયુસેના પહેલેથી જ એલર્ટ છે. એટલું જ નહીં, ગ્રાઉન્ડ પર હાજર વાયુસેનાના અધિકારીઓને પાકિસ્તાનનું ફાઈટર જેટ કે ડ્રોન દેખાતા જ તેને તોડી પાડવાના પણ આદેશ અપાયા છે. નોંધનીય છે કે, બાલાકોટ એર સ્ટ્રાઈક પછી પાકિસ્તાની વાયુસેના પણ એલર્ટ પર છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ