કેન્દ્રીય ગ્રાહક બાબતો, અન્ન અને જાહેર વિતરણ મંત્રી અને લોકજનશક્તિ પાર્ટીના સ્થાપક રામવિલાસ પાસવાનનું ૭૪ વર્ષની વયે ગુરુવારે નિધન થયું હતું. તેઓ બીજી ઓક્ટોબરની રાત્રે હાર્ટ સર્જરી બાદ દિલ્હીની એમ્સ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હતા. રામવિલાસના પુત્ર ચિરાગ પાસવાને ગુરુવારે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે મારા પિતાનું નિધન થયું છે. ચિરાગે લખ્યું હતું કે, પાપા હવે તમે આ દુનિયામાં નથી પરંતુ હું જાણું છું કે, તમે જ્યાં છો ત્યાંથી હંમેશા મારી સાથે રહેશો. હું તમને ભૂલી શક્તો નથી.