ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગે આઠમી મે, 2025 સુધી કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રવિવારે (ચોથી મે) વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી વાતાવરણ વાદળછાયું જોવા મળ્યું છે. તો કેટલીક જગ્યાએ ઝરમર વરસાદ પડ્યો છે. નોંધનીય છે કે, કમોસમી વરસાદ થતાં કેસી, બાજરી, જુવાર અને ઘાસચારાને નુકસાન જવાની ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી છે.