મોદી સરકારે ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF) માંથી ભારતના એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર ડૉ. કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યનને પદ પરથી હટાવી દીધા છે. આ નિર્ણય મોદી કેબિનેટની નિમણૂક સમિતિએ 30 એપ્રિલના આદેશમાં જણાવ્યું છે. આદેશમાં કહ્યું છે કે મંત્રીમંડળની નિમણૂક સમિતિ (ACC) એ ઈન્ટરનેશનલ મોનિટરી ફંડમાં ભારતના કાર્યકારી નિર્દેશક તરીકે ફરજ બજાવતા ડૉ. કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યનની સેવાઓ તાત્કાલિક અસરથી ખતમ કરવામાં આવે છે.