અમેરિકાના નેશનલ સિક્યુરિટી એડ્વાઈઝર એચઆર મેકમાસ્ટર આજે ભારત આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે દિલ્હીમાં યુએસ એનએસએ મેકમાસ્ટર અને અજિત ડોભાલ વચ્ચે અંદાજે બે કલાક સુધી મીટિંગ ચાલી હતી. આ મીટિંગમાં મેકમાસ્ટર અને એનએસએ અજિત ડોભાલ વચ્ચે આતંકવાદ અને ઈન્ડો-યુએસ કો-ઓપરેશન વિશે ચર્ચા કરવામાં આવી હતી.