Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ કોવિડ હોસ્પિટલમાં ડોકટર પર હુમલો થયા ઘટના બની છે. કોરોના પોઝિટિવ યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પરિવારજનો દ્વારા હુમલો કરાયો હતો. કોવિડ હોસ્પિટલમાં ફરજ પર હાજર ડો. આકાશ શાહ પર હુમલો કરાયો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. યુવતીને ગઈ કાલે બપોરે જ ગંભીર સ્થિતિમાં સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

હુમલાખોરોની ધરપકડ ન થાય તો ઇન્ડિયન મેડિકલ એસોસીએશન(આઇએમએ) દ્વારા કોવિડ ડ્યુટીનો બહિષ્કાર કરાશે. જ્યાં સુધી આરોપી ઓ પકડાય નહીં ત્યાં સુધી ખાનગી ડોક્ટરો કોવિડ હોસ્પિટલમાં સેવા આપશે નહીં. હુમલાનો ભોગ બનનાર તબીબ ખાનગી પ્રેક્ટિશનર છે. તેમજ કલેક્ટર ના આદેશ થી વેરાવળ કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવવા આવ્યા હતા.

નોંધનીય છે કે, ડોક્ટર પર હુમલાની ઘટનામાં પોલીસે 10 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે. ભોગ બનેલા ડો.આકાશ શાહની ફરિયાદ આધારે નોંધ્યો ગુન્હો નોંધ્યો છે. એપીડેમીક એક્ટ અને ફરજ રુકાવટ તથા સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા સબબની કલમો લગાવાઈ છે. હોસ્પિટલ ખાતે મૃતક યુવતીના પરિવાર સહિતના ટોળા ડોક્ટર પર હુમલો કર્યો હતો. સાથે સાથે હોસ્પિટલમાં તોડફોડ પણ કરી હતી. આ ઘટના પછી આઈએમએના ડોક્ટરોનું પ્રતિનિધિ મંડળ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યું હતું. આ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ