અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમે ભારત-ચીન વચ્ચે સીમા વિવાદનો નિવેડો લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
તેમણે શનિવારે વ્હાઈટ હાઉસમાં કહ્યું કે, ત્યાં મુશ્કેલ સ્થિતિ ઊભી થઈ છે. બન્ને દેશ ગંભીર સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છે. અમે ભારત અને ચીન બન્ને સાથે વાત કરી રહ્યા છીએ. જોઈએ છીએ હવે શું થાય છે, અમારા તરફથી નિવેડો લાવવાના પ્રયાસ પણ થઈ રહ્યા છે.
જણાવી દઈએ કે, 15 જૂનની રાતે લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ ગઈ હતી. જેમાં ભારતીય સેનાના એક ઓફિસર સહિત 20 જવાન શહીદ થયા હતા. સમાચારો પ્રમાણે, ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં 43થી વધારે ચીની સૈનિક ઘાયલ થયા અથવા માર્યા ગયા છે. ત્યારબાદથી બન્ને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. ભારતે ચીન પાસે આવેલી સીમા પર સૈનિકોની સંખ્યા વધારી દીધી છે.