યુક્રેનિયન રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કીએ કહ્યું કે, તેઓ રશિયા સાથે યુદ્ધનો અંત લાવવા માટે સહયોગ કરવા તૈયાર છે. ટ્રમ્પ સાથે વાતચીત પછી ઝેલેન્સ્કીએ સોમવારે વોશિંગ્ટન જવાની જાહેરાત કરી. એક્સિયોસના રિપોર્ટ અનુસાર, ટ્રમ્પે ઝેલેન્સ્કીને કહ્યું કે, 'વ્લાદિમીર પુતિન યુદ્ધવિરામ કરતાં વ્યાપક શાંતિ કરાર પસંદ કરે છે.' આ પછી, ઝેલેન્સ્કીએ ટ્રમ્પના પ્રસ્તાવને ટેકો આપ્યો કે અમેરિકા, રશિયા અને યુક્રેન વચ્ચે ત્રિપક્ષીય બેઠક થવી જોઈએ.