પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. ઉત્તર 24 પરગણા જિલ્લામાં રવિવારે બીજેપી નેતા મનીષ શુક્લાની ગોળી મારીને હત્યાકરી દેવામાં આવી. આ મામલાની રાજ્યપાલ જગદીપ ધનખડ)એ ગંભીર નોંધ લીધી છે. રાજ્યપાલે રાજ્યમાં ખરાબ થતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ મુખ્યમંત્રી મમતા બેનર્જી, એડિશનલ ચીફ સેક્રેટરી (હોમ), ડીજીપીને સમન્સ મોકલ્યા છે. બીજી તરફ બીજેપીએ આ મામલાને લઈ રાજ્યના બૈરકપુરમાં 12 કલાક બંધનું એલાન આપ્યું છે.
મળતી જાણકારી મુજબ, મનીષ શુક્લાની હત્યા જિલ્લાના ટીટાગઢ પોલીસ સ્ટેશનની સામે થઈ છે. મળતી માહિતી મુજબ મનીષ શુક્લા રવિવાર રાત્રે લગભગ 8:30 વાગ્યે ટીટાગઢ પોલીસ સ્ટેશન સામે આવેલા પાર્ટી કાર્યાલયમાં બેઠા હતા. આ દરમિયાન ત્યાં પહોંચેલા બાઇક સવાર હુમલાખોરોએ તેમની પર તાબડતોડ ફાયરિંગ કર્યું. હુમલામાં ગંભીર રીતે ઘાયલ મનીષને પહેલા બૈરકપુરની બીએન હૉસ્પિટલને લઈ જવામાં આવ્યા. હાલત ગંભીર લાગતાં તેમને અપોલો હૉસ્પિટલ રેફર કરવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા.