-
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે હિમાચલ પ્રદેશમાં સત્તા મળે તો પ્રેમકુમાર ધુમલ મુખ્યમંત્રી બનશે તેવી જાહેરાતના પગલે જ ગુજરાતમાં રાજકીય ક્ષેત્રે એવી ચર્ચા ફરીથી શરૂ થઇ કે ભાજપ કે કોંગ્રેસ બેમાંથી કોઇ પક્ષ પોતાના મુખ્યમંત્રીપદના ઉમેદવારની જાહેરાત કેમ કરતાં નથી? સંભવત: 1995માં ભાજપે કેશુભાઇ પટેલને ભાવિ મુખ્યમંત્રી તરીકે જાહેર કર્યા હતા. તે પછી ભાજપે વિધાનસભા ચૂંટણીમાં સત્તા મળે તો મુખ્યમંત્રી કોણ બનશે તેની જાહેરાત કરવાનું ટાળે છે. રાજકીય પરિબળો માને છે કે ગુજરાતમાં આ પક્ષોને એવી બીક હોય છે કે ચૂંટણીઓ વખતે મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર કરાય તો જાતિ અને જ્ઞાતિનું રાજકારણ શરૂ થઇ જાય અને સમાજમાં નારાજગી ફેલાય તેથી મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર કરાતા નથી. આ અંગે એવી પણ એક દલીલ થાય છે કે હિમાચલમાં પણ જાતિ અને જ્ઞાતિવાદના સમીકરણો હોવા છતાં જો ત્યાં કોણ બનશે મુખ્યમંત્રી એ પહેલાથી જ જાહેર થઇ શકે તો ગુજરાતમાં કેમ નહીં?