Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે પરેશ ધાનાણી  છે તેઓ સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે. કોંગ્રેસના આ ઉમેદવાર રાજકારણમાં કોઈનો હાથ પકડીને આવ્યા નથી. પરંતુ બિલકુલ સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા પરેશ ધાનાણી કોંગ્રેસ પક્ષની વિદ્યાર્થી પાંખ NSUIના અમરેલી જિલ્લા પ્રમુખ બનીને રાજકિય કારકિર્દીની શરૂઆત કરી હતી, આમ વિદ્યાર્થીકાળથી જ  વિદ્યાર્થી નેતા તરીકે કામ કરતા હતા.

સામાન્ય રીતે રાજકારણમાં સગા-વાદ, પુત્ર-પૌત્ર, સાળા- બનેવી, ફોઈ- માસીના દીકરાને રાજકારણમાં ગોઠવી દેવામાં આવે છે તેવું સામાન્ય રીતે રાજકારણમાં બનતું હોય છે પરંતુ પરેશ ધાનાણીના કિસ્સામાં આવું નથી.  તેઓ સ્વ બળ પર રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓને પ્રથમ વખતે ૨૦૦૨ની વિધાનસભાની ચુંટણીમાં ટીકીટ અપાઈ હતી અને જેમાં ભાજપના કદાવર નેતા પુરષોત્તમ રૂપાલાને ૧૬,૩૧૪ મતોથી હરાવીને ધારાસભ્ય બન્યા હતા આમ ગુજરાતના રાજકારણમાં મુખ્ય પ્રવાહમાં પ્રવેશ કર્યો હતો. અહિયાં નોંધવું રહ્યું કે હજી સુધી પુરષોત્તમ રૂપાલાએ અમરેલી વિસ્તારમાં લોકસભા/ ધારાસભ્યની ચુંટણી લડવાની કોશિશ કરી નથી.

અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે પરેશ ધાનાણીની રાજકિય કારકિર્દી ઘણી ઉજળી રહી તેઓ ૨૦૧૨ અને ૨૦૧૭ની વિધાસભાની ચુંટણી જીતીને ત્રીજી વખત ધારાસભ્ય બન્યા હતા. હાલ તેઓ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે સફળ રીતે કામ કરી રહ્યા છે.

પરેશ ધાનાણી ગુજરાત કોંગ્રેસ અને નેશનલ કોંગ્રેસના માળખામાં વિવિધ પદો પર રહી જવાબદારી નિભાવી છે. તેઓ કોંગ્રેસની યુવા પાંખમાં ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી અને રાષ્ટ્રીય કોંગ્રેસના સચિવ તરીકે પણ કામ સક્રિય રીતે કામ કરેલ છે.

પરેશ ધનાણીએ અમેરલી લોકસભા બેઠક પર પોતાની ઉમેદવારીનું ફોર્મ ભરતી  વખતે તેઓએ ૧.૪૩ કરોડની મિલકત જાહેર કરી છે. પરેશભાઈ ધાનાણી એક સ્વચ્છ ઉમેદવાર તરીકેની છાપ ધરાવે છે.   

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ