ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વાર તેમના મત વિસ્તાર વારાણસી પહોંચ્યા છે. જ્યાં તેમણે સેવાપુરીના બનૌલી ગામમાં 2183.45 કરોડ રૂપિયાના 52 વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું અને ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિનો 20માં હપ્તાની જાહેરાત કરી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ જાહેર સભાને સંબોધતા કહ્યું કે, 'મારી દીકરીઓના સિંદૂરનો બદલો લેવાનું મેં જે વચન આપ્યું હતું તે પણ પૂર્ણ થયું છે. જે મહાદેવના આશીર્વાદથી જ પૂર્ણ થયું.'