સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' એ ભારતમાં આઠ હજાર એકાઉન્ટ્સને બ્લોક કરવાનું શરૂ કર્યું. 'X' એ જણાવ્યું હતું કે, 'ભારત સરકાર તરફથી ભારતમાં 8,000થી વધુ એકાઉન્ટ્સને બ્લોક કરવાનો આદેશ મળ્યો છે.' નોંધનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. પાકિસ્તાન સતત ફેક સમાચાર દ્વારા પ્રચાર ફેલાવી રહ્યું છે.