પ્રી મોન્સુન વરસાદથી બેંગ્લુરુના લોકોને ગરમીથી થોડી રાહત જરૂર થઇ, પણ વાર્થૂર ઝીલ નજીકના રહેણાક વિસ્તારમાં પરેશાની વધી છે. પ્રદૂષણને કારણે આ ઝરણામાંથી ફીણ બહાર આવી રહ્યું છે. બરફ અને વાદળ જેવું દેખાતું ફીણ બની રોડ ઉપર ફેલાયું હતું. આ ફીણ રસ્તા પર આવી જતાં પરિવહનમાં ઘણી મુશ્કેલી અનુભવાઇ હતી. ફોટો અને વીડિયો વાઇરલ થતાં કર્ણાટક રાજ્ય પ્રદૂષણ બોર્ડે ફીણના સેમ્પલ લઇ તપાસ શરૂ કરી છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે વરસાદ આવ્યા બાદ અચાનક તળાવમાંથી ફીણ પેદા થવા માંડયું હતું. આ ફીણનું પ્રમાણ વધતું જ ગયું અને આખરે તે મુખ્ય રસ્તા ઉપર આવી ગયું હતું ! આ રસ્તા પરથી પસાર થનારાઓ માટે ચામડીના ચેપનું જોખમ વધી ગયું છે.