Know your World in Just 60 Words!
Read news in 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
 • ઇશ્વરે માનવીનું સર્જન કર્યું અને માનવી હવે પોતે ઇશ્વર બનવાની કોશિશમા રોબોટનું નિર્માણ કરવા લાગ્યા છે. રોબોટ એટલે એક પ્રકારનો યંત્ર માનવ. વિવિધ ધાતુઓમાંથી તૈયાર કરાયેલા વિવિધ ઉપકરણો એકબીજા સાથે જોડીને બનાવેલું મશીન. જેમાં હવે મહિલા રોબોટ બની રહ્યાં છે. ઉપયોગ...? એ જાણે. પણ વાત કરવી છે સોફિયાની. સોફિયા પ્રથમ એવી રોબોટ છે કે જેને કોઇ દેશનું નાગરિકત્વ મળ્યું હોય. તાજેતરમાં સોફિયા ભારતની મુલાકાતે આવી અને બાકાયદા ભાષણ આપ્યું. કેટલાક સવાલોના જવાબો પણ આપ્યાં. એક ગરવા ગુજ્જુને થયું લાવ તો સોફિયાબુનને મળું તો ખરા. બેચાર સવાલ કરીએ. સોફિયાને મેસેજ મોકલાયો- વો હમારે ભારત કા ગુજરાત હૈ ના ત્યાંથી તમેરે કો કોઇ પસાભાઇ મળવા માંગતા હૈ...સાથમેં થેપલા ભી હૈ...! સોફિયા તો રોબોટ એટલે ઓળખ-આઇડી માટેનું બટન દબાવ્યું. બત્તી લગબુઝ લગબુઝ થયાં કરે. અંદરથી મેસેજ આવે- નો આઇ ડી....એન્ડ વોટ ઈઝ ધીસ થેપેયેલા....?!! સોફિયા મુંઝાણી. આઇડી નથી તો મળવું કે કેમ. રોબોટ બનાવનારા થેપલાની આઇડી સોફિયામાં મૂકવાનું ભૂલી ગયા. પિઝા હોય તો સોફિયા ઓળખે પણ થેપલા...? ન્યૂ ગુજરાતની વાનગી. સ્માર્ટ સોફિયાએ નો આઇડીનો મેસેજ એક બાજુએ મૂકી કહ્યું- ઓકેય, મોકલો. ધોતી અને આખી અને ખુલ્લી બાંયનો કટ વાળો ઝબ્બો-કમ ખમીસ અને ખભે આભલા વાળી થેલી. સોફિયાએ જોયું. અંદરથી અવાજ આવ્યો-એલિયન.....એલિયન....એલિયન....!! સોફિયા તો ચકરાવે ચઢી ગઇ. છેવટે જેમતેમ કરીને ગરવા ગુજ્જુનો સામનો કરવા તૈયાર થયા. સોફિયાએ હાથ લંબાવ્યો. પસાભાઇએ તે હાથ પકડીને હસ્તરેખા જોવા લાગ્યા....ઓ ત્તારી...આના  હાથમાં તો કોઇ હસ્તરેખા જ નથી...

  પસાભાઇ ઉવાચ-હેં બુન તમરે કો રેખા કેમ નથી? હમારે હાથમાં તો છે યે જુઓ..એમ કહીને પોતાની હથેળી આગળ ધરી. સોફિયા ક્યારેક પસાભાઇને તે ક્યારેક તેમની હથેળીને જોયા કરે. પછી કહ્યું ઓહો તો તમે પંજાવાળા છો! પસાભાઇ તાડૂક્યા- એ બુન હમ કોઇ પંજા-વંજા વાલા નથી. કેસર..કેસરિયો....મેહાણા...જોયું છે? છકડામાં બેઠે હો કભી? સોનિયાના ઉપકરણ શોધાશોધ કરે આ મેહાણા ક્યાં આવ્યું અને આ છકડો વળી કઈ જાત છે. સોનિયાનું ગૂગલિયું ગલોટીયા ખાઇ ખાઇને ઉંધુ વળી ગયું. ક્યાંય મેપમાં મેહાણા ના મળે....!

  સોફિયાએ પૂછ્યું –ઓકેય, શું કામ છે? વોટ યુ વોન્ટ યુ નો...તમારે શું જાણવું છે?

  પસાભાઇ તો સાવ ભોળા. પૂછ્યું-સારૂ એ કહો કે એરંડાના સારા ભાવ ક્યારે મળે? ગુજરાતમેં વો 99 સીટોવાલી સરકાર હૈ ન વહ કેટલી ચલેગી? ગુજરાતમેં પંજેકી સરકાર બનેગી? બબિતા ઔર ઐયર કબ બચ્ચેવાલે બનેગે? જેઠા ઔર દયા કે વહાં દૂસરા ટપૂડા કબ આયેગા..? હમારે મેહાણામેં નળ ખોલો તો, તેલ કબ નિકલેંગા? હમારે ખાતેમેં 15 લાખ કબ આયેંગે? ઔર છેલ્લો સવાલ એ છે કે હમારે રાહુલબાબા શાદી કબ કરેંગે?

  આ સવાલો સાંભળીને સોફિયા બેહોશ....!!!

   

   

   

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ

Copyright © 2019 Newz Viewz | Created by Communicators and Developed by Seawind Solution Pvt. Ltd.