વર્લ્ડ ઇકોનોમિક ફોરમની ૫૦મી વાર્ષિક બેઠકમાં Oxfam દ્વારા રજૂ કરાયેલા એક અભ્યાસમાં ભારત અને વિશ્વની આર્થિક અસમાનતાને રજૂ કરવામાં આવી હતી. દુનિયામાંથી ગરીબી દૂર કરવા માટે કામ કરતી આ સંસ્થાના ‘ટાઇમ ટુ કેર’ નામના આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતના ૧ ટકા ધનકુબેરો પાસે દેશના ૭૦ ટકા એટલે કે ૯૫.૩ કરોડ લોકો કરતાં ચાર ગણી વધારે સંપત્તિ છે. દેશના ૬૩ ધનિકો પાસે તો ભારતના ગત વર્ષના કુલ બજેટ કરતાં વધારે સંપત્તિ છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૮-૧૯માં ભારતનું કુલ બજેટ ૨૪.૪૨ લાખ કરોડ રૂપિયા હતું.