સુપ્રીમ કોર્ટમાં વક્ફ સુધારા કાયદાની બંધારણીય કાયદેસરતાને પડકારતી અરજીઓ પર ત્રણ દિવસ સુધી ચાલેલી સુનાવણી પૂરી થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે 'કોર્ટો દ્વારા વક્ફ, વક્ફ બાય યુઝર અથવા વક્ફ બાય ડીડ' જાહેર કરાયેલી સંપત્તિઓને ડી-નોટીફાઈ કરવાની સત્તા સહિતના ત્રણ મુદ્દાઓ પર તેનો વચગાળાનો આદેશ અનામત રાખ્યો છે. સુપ્રીમમાં ગુરુવારે સુનાવણી સમયે હિન્દુઓમાં મોક્ષ, ઈસ્લામમાં વક્ફ, બધાને સ્વર્ગમાં જવું છે જેવી આધ્યાત્મિક દલીલો થઈ હતી.