ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ અને પવનને કારણે અલગ અલગ ઘટનાઓમાં કુલ ૧૫ લોકોનાં મોત થયા છે. વરસાદને કારણે વૃક્ષો ધરાશયી થવા, મિલકતોને નુકસાન થવું અને ફેકટરીમાં આગ લાગવાની ઘટનાઓ જોવા મળી હતી.
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આંધી અને વરસાદને કારણે વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો અને ખેતીના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.