હિસાર પોલીસે હરિયાણાના હિસારમાંથી કથિત ધરપકડ કરાયેલી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાના કેસમાં મહત્ત્વનું નિવેદન જાહેર કર્યું છે. જ્યોતિએ અનેક વખત પાકિસ્તાનની યાત્રા કરી હોવાથી તેમજ પાકિસ્તાન હાઈ કમિશનના અધિકારી દાનિસ સાથે સંબંધોની વાતો સામે આવ્યા બાદ તેના પર પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપો લાગ્યા છે. તેણે પાકિસ્તાનમાં કરેલી યાત્રાના વીડિયો, ખર્ચા, તેના મિત્રો, પર્સનલ ચેટ બધુ દ શંકાના ઘેરામાં આવી રહ્યું છે. જોકે હવે હિસાર પોલીસે જ્યોતિને રાહત આપતું નિવેદન જાહેર કર્યું છે.