જમ્મુ અને કાશ્મીરના વહિવટી તંત્ર દ્વારા જમ્મુ-કાશ્મીરના જમ્મુ, સાંબા, કઠુઆ, ઉધમપુર અને રિયાસીમાં મંગળવાર સાંજથી મોબાઈલ ઈન્ટરનેટ સેવા પુનઃ શરૂ કરવા ટેલિકોમ ઓપરેટરોને જણાવાયું છે. જો કે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ યથાવત્ રાખવામાં આવ્યો છે. ઈ-બેન્કિંગ સહિતની સુરક્ષિત વેબસાઈટ જોવા માટે પોસ્ટપેડ મોબાઈલ પર 2જી ઈન્ટરનેટ કનેક્ટિવિટીને મંજૂરી આપવામાં આવી છે. તંત્રએ જાહેર કરેલા જાહેરનામામાં એક સપ્તાહ સુધી હોસ્પિટલ, શાળા અને કચેરીઓ ઉપરાંત આવશ્યક સ્થળોએ બ્રોડબેન્ડ સેવા પૂર્વરત કરવા જણાવાયું છે. આ આદેશ 15 જાન્યુઆરીથી 7 દિવસ સુધી લાગુ રહેશે.