મહેસાણા જિલ્લાના બીજાપુર તાલુકાના સુંદરપુર ગામમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. જેમાં એક મકાનના બાંધકામ દરમિયાન દિવાલ તૂટી પડતા 6 કામદારો દટાઈ ગયા હતા. આ અકસ્માતમાં 3 કામદારોના મોત થયા છે, જ્યારે 3 કામદારો ઘાયલ થયા છે. ઘાયલોને હાલમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દિવાલ ધરાશાયી થવાના સમાચાર સાંભળીને ગ્રામજનોની ભીડ એકઠી થઈ ગઈ હતી. 108ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે