ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે જયારે ભારત IMF તરફથી પાકિસ્તાનને મળતા ફંડનો વિરોધ કરી રહ્યું હતું ત્યારે, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે(IMF) પાકિસ્તાનને લોન આપવાની જાહેરાત કરી હતી. 9 મેના રોજ, IMF એ પાકિસ્તાનને વધારાની $1 બિલિયન લોન મંજૂર કરી. હવે બેલઆઉટ પેકેજનો બચાવ કરતાં, IMFએ કહ્યું કે, 'અમારું બોર્ડ સંતુષ્ટ છે કે પાકિસ્તાને લોન મેળવવા માટે તમામ નિયમોનું પાલન કર્યું છે.'