ભારતે સુપરફાસ્ટ અને સરળ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમના મામલામાં આખા વિશ્વને પાછળ છોડી દીધું છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)ના તાજા અહેવાલમાં જણાવાયું છે કે ભારત હવે ગ્લોબલ ફાસ્ટ પેમેન્ટ લીડર બની ગયું છે. તેની પાછળનું મુખ્ય કારણ યુપીઆઈ એટલે કે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ સિસ્ટમને સાંપડેલી જબરદસ્ત સફળતા અને સ્વીકૃતિ છે.