વિમાનમાં ફ્યૂલ કંટ્રોલ સ્વિચની લોકિંગ સિસ્ટમનું નિરીક્ષણ પૂર્ણ કરી લીધુ છે. જેમાં કોઈ સમસ્યા ન હોવાનું સામે આવ્યું છે. આ મામલે એર ઈન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, સોમવારે વિમાનના નિયામક ડીજીસીએએ એરલાઈનને બોઇંગ 787 અને 737 વિમાનોમાં ફ્યૂલ સ્વિચ લોકિંગ સિસ્ટમનું નિરીક્ષણ કરવાનો નિર્દેશ કર્યો હતો. આ નિરીક્ષણ AAIBના એક પ્રારંભિક અહેવાલની પૃષ્ઠભૂમિમાં કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ગયા મહિને એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના પહેલા ફ્યૂલ સિવ્ચ બંધ કરવામાં આવ્યા હતા. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 270 લોકો મોત નીપજ્યા હતા.