વિશ્વ આરોગ્ય સંસ્થાએ વાયુ પ્રદૂષણ અંગે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે વિશ્વમાં એર પોલ્યૂશનથી યુવાઓ ડિમેંશિયા, ચિંતા અને ડિપ્રેશન જેવી માનસિક બીમારીનો ભોગ બની રહયા છે. હવા દૂષિત થવાથી દુનિયામાં ૧૦ માંથી ૯ લોકો ખરાબ હવા શ્વાસમાં લેવા મજબૂર બન્યા છે. એર કવોલિટીના જે પેરામિટર નકકી કરવામાં આવ્યા છે તેનાથી વધારે દૂષિત હવા મેન્ટલ હેલ્થનો ખતરો વધારે છે. એનવાર્યમેન્ટ, કલાયમેટ ચેન્જ અને હેલ્થના WHO ના ખાતેના ડાયરેકટર ડૉ મારિયા નેરાએ તાજેતરમાં સાયન્સ ઇન ૫ વીડિયોમાં વાયુ પ્રદૂષણના અદ્વષ્ય ખતરા પર પ્રકાશ પાડયો છે.