અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી ત્રાટક્યા છે. તેમનો ટેરિફ બોમ્બ જાપાન અને સાઉથ કોરીયા પર ફૂટયો છે. જાપાન અને સાઉથ કોરીયા સહિત ૧૨ દેશો પર તેમણે ૨૫-૨૫ ટકા ટેરિફ લાદ્યો છે, જે બીજી એપ્રિલે લાદેલા ટેરિફ જેટલો જ છે. આ ટેરિફ પહેલી ઓગસ્ટથી અમલી બનશે. આ બતાવે છે કે તેમની સાથે ટ્રમ્પની ટ્રેડ ડીલ થઈ શકી નથી. ટ્રમ્પે બંને દેશો તેમની સામે નાકલીટી તાણીને આવે તે માટે આ રેસિપ્રોકલ ટેરિફનું શસ્ત્ર ઉગામ્યું છે. આના પગલે વિશ્વના અનેક દેશો હચમચી ઉઠયા છે.