ગીર સોમનાથની વેરાવળ કોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકીના પગલે વેરાવળ કોર્ટ ખાલી કરી દેવાઈ. બોમ્બ ધમકીને કારણે વેરાવળ કોર્ટમાં ખળભળાટ મચી ગયો છે. વહેલી સવારે એક ઇમેઇલ દ્વારા આ ધમકી મળી હતી. જિલ્લા ન્યાયાધીશ વિક્રમ સિંહ ગોહિલે તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને આ અંગે જાણ કરી હતી. સુરક્ષા કારણોસર જૂની કોર્ટ બિલ્ડીંગ તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવી છે