બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી અને પરફેક્ટ કપલ તરીકે જાણીતા દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરે દિકરીનો જન્મ થયો છે. ગઈકાલે દીપિકા મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ થઈ હતી, ત્યારથી ચાહકોમાં ગુડ ન્યૂઝ અંગે ઉત્સુક્તા જોવા મળી હતી. દીપિકા-રણવીરના ઘરે પુત્રીનો જન્મ થયો હોવાની જાણ સોશિયલ મીડિયા પર કરવામાં આવી છે.