હૈદરાબાદના ગાચચિબોવલી સ્થિત જેએમસી બાલયોગી સ્ટેડિયમમાં રાજ્ય ભાષા વિભાગના સ્વર્ણ જયંતી સમારોહમાં આંધ્ર પ્રદેશના ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણે હિન્દી ભાષાને અપનાવાની આવશ્યક્તા પર જોર આપ્યું હતું. તેમણે કહ્યું કે, 'હિન્દીનો પ્રભાવ શિક્ષણ, રોજગારી અને વ્યવસાયના ક્ષેત્રમાં સતત વધતો રહ્યો છે. એટલાં માટે તેનો આંધળો વિરોધ કરવો યોગ્ય નથી.' તેમણે લોકોને ભાષા વિશે સંકુચિત વિચાર છોડીને પ્રગતિ તરફ આગળ વધવા હાકલ કરી છે.