હૈદરાબાદના બેગમ બજાર પોલીસ સ્ટેશનમાં રતન રંજન અને અન્ય સોશિયલ મીડિયા યુઝર્સ સામે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીનો છેડછાડ કરેલો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા બદસ ફરિયાદ નોંધી છે. તેલંગાણા યુથ કોંગ્રેસના પ્રમુખ જક્કીડી શિવ ચરણ રેડ્ડીએ આ ફરિયાદ નોંધાવી છે. તેમણે આરોપ લગાવ્યો કે આ પોસ્ટ અશ્લીલ અને અપમાનજનક કન્ટેન્ટ ફેલાવી રહી છે, જેનો હેતુ મહિલાઓના ગૌરવને ઠેસ પહોંચાડવાનો અને કોંગ્રેસના નેતાઓને બદનામ કરવાનો છે.