મુસ્લિમ દેશ સંયુક્ત આરબ અમીરાત (UAE) એ તેના વિઝા નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. તેનાથી ભારતીયો માટે ત્યાં ગોલ્ડન વિઝા મેળવવાનું સરળ બન્યું છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) સરકારે નોમિનેશન પર આધારિત એક નવા પ્રકારનો ગોલ્ડન વિઝા રજૂ કર્યો છે. તેમાં કેટલીક શરતો હશે જે દુબઈમાં મિલકત અથવા વ્યવસાયમાં મોટી રકમનું રોકાણ કરવાની વર્તમાન પ્રક્રિયાથી અલગ હશે.