જે સાડી માટે આધાર કાર્ડ ફરજિયાત કરાયું છે તે ઘણી કિંમતી છે. આ સાડીની કિંમત 50 કે 60 હજાર રુપિયાથી પણ વધુ છે. 24 ઓગસ્ટના રોજ આ સાડીઓનો સેલ હોય છે. મૈસૂર સિલ્ક સાડીની પસંદ કરનાર મહિલાઓ માટે ખાસ આ સેલ યોજાય છે. આ સાડી માત્ર કર્ણાટકમાં જ મળે છે, અને તેને કર્ણાટક સિલ્ક ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા બનાવાય છે.